ગુજરાત
News of Saturday, 31st July 2021

રાજ્યમાં કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોની લૂંટનો પર્દાફાશ : રાજકોટ, સુરત અને વડોદરાની અનેક હોસ્પિટલો સામે કાર્યવાહી

અઢળક ફરિયાદ મળ્યા બાદ સરકારના આદેશથી વધુ બિલ વસૂલાત મુદ્દે તપાસ કરશે: સ્થાયી સમિતિના બે સભ્યોની કમિટીમાં વરણી: મહાનગરોની સંખ્યાબંધ હોસ્પિટલોને નોટીસ ફટકારાઇ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ જીવન માટે કેટલા પણ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર હતા. ત્યારે કેટલીક ખાનગી હોસ્પિટલ દ્વારા બેફામ લૂંટ ચલાવવામાં આવી હોય તેવું AMC, RMC, VMC અને સુરતની SMC દ્વારા ફટકારવામાં આવેલી નોટિસ પરથી લાગી રહ્યું છે. રાજકોટમાં કોરોનાકાળમાં લૂંટ કરનાર હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે. જેમાં પરમ કોવિડ હોસ્પિટલ સામે ફરિયાદ મળી હતી. તેવી માહિતી સામે આવી છે.

આ સાથે નીલકંઠ, ઓરેન્જ સહિતની કેટલીક હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. જેને લઈ પ્રાંત 1 સિદ્ધાર્થ ગઢવી દ્વારા હોસ્પિટલ મામલે કાર્યવાહી કરાઇ હતી. હોસ્પિટલો દ્વારા આપેલ મસમોટા બિલો પરત કરવામાં આવ્યા હતા.

કોરોનાકાળમાં મોટા બિલ વસૂલાત મુદ્દે તપાસ થશે. સરકારના આદેશથી વધુ બિલ વસૂલાત મુદ્દે તપાસ કરશે. સ્થાયી સમિતિના બે સભ્યોની કમિટીમાં વરણી કરાઈ છે. સ્થાયી સમિતિ ખાનગી હોસ્પિટલોના બેફામ ઉઘરાણી મુદ્દે તપાસ કરશે. સ્થાયી સમિતિ બે સભ્યોને કમિટીમાં સ્થાન અપાશે. મનપાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર પણ કમિટીમાં હશે. તબીબ એસોસિએશનમાંથી બે સભ્યોનો સમાવેશ કરવામાં આવશે.

 સમિતિનું કાર્યક્ષેત્ર સહિતના નિયમો પણ નક્કી કરાશે. SMCએ કોરોનાકાળમાં 104 ખાનગી હોસ્પિટલ સામે કરાર કર્યા હતા. મનપાને આ પેટે 36 કરોડનો અંદાજીત ખર્ચ થયો હતો. મનપાએ 28 કરોડ ચૂકવ્યા છે, બાકીનું બીલિંગ હાલ ચકાસણી હેઠળ છે.

વડોદરા મનપાએ સારવાર માટેના ભાવ નક્કી કર્યા હોવા છતાં લૂંટ ચલાવી હતી ,હોસ્પિટલ દ્વારા લેવાતા ચાર્જ મુદ્દે ઓડિટ કમિટી બનાવવામાં આવી હતી હોસ્પિટલે વધુ નાણાં પડાવ્યાની 406 ફરિયાદ મળી હતી,210 ફરીયાદોમાં વધુ નાણા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું, 210 દર્દીઓ ને 61 લાખ 81 હજાર 116 રૂપિયા પરત અપાવ્યા હતા,84 ફરિયાદોમાં તથ્ય ન જણાતા ફરિયાદોનો રદ કરી નિકાલ કરાયો હતો,11 જેટલી ફરિયાદોની તપાસ હજુ સુધી ચાલી રહી છે

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને લૂંટતી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતની હોસ્પિટલોને દંડ કરાયો છે. દર્દીઓને લૂંટતી ખાનગી હોસ્પિટલોને ફટકારી દંડાત્મક નોટીસ મોકવામાં આવી છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એકસાથે સપાટો બોલાવ્યો છે. કોરોના મહામારીમાં AMCએ પૂર્વ ઝોનમાં 57 ખાનગી હોસ્પિટલો સાથે MOU કર્યા હતા. ખાનગી હોસ્પિટલોમાં AMCના ક્વોટામાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ખાનગી હોસ્પિટલોએ સરકારે નિયત કરેલા ચાર્જ કરતા વધારે બિલો AMCમાં મુક્યા હતા. ખાનગી હોસ્પિટલોએ નિયત ચાર્જ કરતા વધુ બિલ મુકતા પેમેન્ટ અટકાવ્યું છે.

હાલ AMCએ તમામ 57 ખાનગી હોસ્પિટલો જેને બિલ વધારે મુક્યા તેને નોટિસ ફટકારી છે. AMCએ વધુ ચાર્જ વસૂલનારી ખાનગી હોસ્પિટલોને 8 કરોડ કરતા વધુ દંડની નોટિસ ફટકારી છે. ઓઢવ વોર્ડના કોર્પોરેટર રાજુ દવેએ પૂર્વ વિસ્તારની ખાનગી હોસ્પિટલો સામે ફરિયાદ કરી હતી. રાજુ દવેએ આક્ષેપ કર્યા હતા કે, ખાનગી હોસ્પિટલો નિયત ચાર્જ કરતા વધારે ચાર્જ વસૂલે છે.

હોસ્પિટલે વધુ નાણાં પડાવ્યાની 406 ફરિયાદ મળી હતી210 ફરીયાદોમાં વધુ નાણા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું11 જેટલી ફરિયાદોની તપાસ હજુ સુધી ચાલી રહી

(10:24 pm IST)