વડોદરાના સમા-સાવલી રોડ નજીક દારૂ લઈને જતા શખ્સની બાઈક કાર સાથે અથડાતા રસ્તા પર રેલમછેલ
વડોદરાઃ ફુલસ્પીડે દારૃની જોખમી હેરાફેરી કરતા ખેપિયાઓ સોસાયટીના રહીશો અને વાહનચાલકો માટે ભયજનક બન્યા છે.આવા જ વધુ એક કિસ્સામાં સમા રોડ પર ખેપિયાનો અકસ્માત થતાં દારૃની રેલમછેલ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,સમા-સાવલી રોડ પર પૂનમનગર વિસ્તારમાંથી ગઇકાલે રાતે બાઇક પર એક ખેપિયો દારૃની મોટી થેલીઓ લઇ ફુલસ્પીડે પસાર થતો હતો ત્યારે એક કાર સાથે ભટકાતાં બાઇક ઉથલી પડયું હતું અને દારૃની થેલીઓ પણ રસ્તા પર ઢોળાઇ હતી.
બનાવના પગલે દારૃની દુર્ગંધથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા.સમા પોલીસ આવી જતાં બાઇક અને ૧૫ લીટર દેશી દારૃની ચાર થેલીઓ કબજે કરી હતી.પોલીસે બાઇકના નંબરના આધારે ફરાર થઇ ગયેલા યુવકની શોધખોળ કરી છે.
નોંધનીય છે કે,ત્રણ દિવસ પહેલાં મધરાતે આજ રીતે દુમાડ ચોકડી પાસે નેશનલ હાઇવે પર ફુલસ્પીડે રોંગસાઇડ આવતા સ્કૂટર સવાર ખેપિયાની સામે એકાએક પોલીસની વાન આવી જતાં તે દારૃનો જથ્થો અને સ્કૂટર ફેંકી ખેતરમાં ફરાર થઇ ગયો હતો.આમ,શહેરના એન્ટ્રી વિસ્તારોની સોસાયટી વિસ્તારના રહીશો માટે દારૃના ખેપિયાઓ માથાના દુખાવારૃપ બન્યા છે.