વડોદરા:કારમાં વિદેશી દારૂ લઈને આવતા બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથે ઝડપી પાડ્યા
વડોદરા:કારમાં વિદેશી દારૃ લઇને આવતા બે આરોપીને જિલ્લા ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયા છે.પોલીસે દારૃની ૬૯૬ બોટલ અને કાર સહિત કુલ રૃપિયા ૩.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એલ.સી.બી.પોલીસને માહિતી મળી હતી કે,એક કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૃનો જથ્થો ભરીને આવવાનો છે.અને કાર જંબુસર તરફથી વડોદરા શહેર તરફ ગંદા પાણીના કેનાલવાળા રસ્તે થઇને જશે.જેથી,પોલીસે નરસિંહપુરા ગામની કેનાલ પાસે વોચ ગોઠવી હતી.કાર આવતા પોલીસે કારને કોર્ડન કરીને ઉભી રખાવી હતી.કારમાં (૧) પવન શંકરભાઇ વીરવાલ (રહે.વાસ્તુ ફ્લેટ,ગોત્રી મૂળ રહે.પલાણા બસ સ્ટેન્ડ પાસે તા.માવલી,જિ.ઉદેપુર,રાજસ્થાન) તથા (૨) પંકજ ઇશ્વરભાઇ પઢિયાર (રહે.કોટણા ગામ,નદી ફળિયુ,તા.પાદરા)ને નીચે ઉતારીને કારમાં ચેક કરતા વિદેશી દારૃની ૬૯૬ બોટલ,કિંમત રૃપિયા ૯૮,૪૦૦ મળી આવી હતી.પોલીસે કાર,દારૃ,મોબાઇલ ફોન મળીનેકુલ રૃપિયા ૩.૦૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.પોલીસે બંને આરોપીની સામે વડુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓ ક્યાંથી અને કોની પાસેથી દારૃ લાવ્યા હતા ? કોને આપવાનો હતો ? અગાઉ કેટલી વખત આ રીતે દારૃની હેરાફેરી કરી છે? કારની માલિકી કોની છે? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.