News of Saturday, 31st July 2021
રવિવારે વિરમગામના ચંદ્રનગર ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે
જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પાન હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :તારીખ: - 01/08/2021 ને રવિવારે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ચન્દ્રનગર ગામ ખાતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામજી મંદિર ચોક ચન્દ્રનગર ખાતે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પાન આઇસીયુ એન્ડ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ વિરમગામના સંયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પમાં પ્રાથમિક નિદાન સારવાર અને જરૂરી સલાહ સુચન આપવામાં આવશે. જરૂરીરાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવા પણ આપવામાં આવશે તેમ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ગુજરાત યુવા મહામંત્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું
(1:28 pm IST)