ગુજરાત
News of Friday, 31st May 2019

ૃહવે દેશમાં ગરીબી નાબુદીમાં એસેટસ્ટ્રીમ યોગદાન ઈચ્છુક

બેંકીંગની પહોચથી દુર નાગરિકોને સુવિધા : પર્સનલ લોન લેનાર સ્થાનિક સમુદાયનો સમાવેશ કરાશે

અમદાવાદ,તા. ૩૧ : વૈશ્વિક વિકેન્દ્રીકરણ સમોવડિયાથી સમોવડિયા માઈક્રોફાઈનાન્સ મંચ એસેટસ્ટ્રીમ(એસેટસ્ટ્રીમ.કો)તેના મોજૂદ પબ્લિક ટોકન સેલ થકી ૨૧ મિલિયન ડોલર (રૂ. ૧૪૯ કરોડ)ની ગ્રોથ કેપિટલ ઊભી કરશે. એસેટસ્ટ્રીમ સક્ષમ બ્લોક ચેઈન આધારિત સમોવડિયાથી સમોવડિયા માઇક્રોફાયનાન્સનોમંચ છે. તે બેન્કિંગની પહોંચથી દૂર રહેલા નાગરિકોને નાણાકીય સેવાઓને પહોંચ આપીને ગરીબી નાબૂદીમાં યોગદાન આપવા અને નાણાકીય સમાવેશ કરતા પ્રદાન કરવા માગે છે. તે સંપૂર્ણ સમોવડિયાથી સમોવડિયા નેટવર્ક વિસ્તારી રહી છે, જેમાં પર્સનલ લોન લેનારા સ્થાનિક સમુદાયોનો સમાવેશ કરાશે, પરંતુ આરંભમાં નાના ઉદ્યોગોને અગ્રતા આપવામાં આવશે. એસેટસ્ટ્રીમ એવી વ્યાપક માઈક્રો- ફાઈનાન્સિંગ ઈકોસિસ્ટમ નિર્માણ કરવા માગે છે, જે નાણાકીય રીતે બહાર રહેલા નાગરિકોને બ્લેક ચેઈન થકી નવી અર્થવ્યવસ્થાપનમાં લાવી શકે. ભારતમાં માઈક્રો- ફાઈનાન્સની વૃદ્ધિ વિશે બોલતાં એસેટસ્ટ્રીમનાં એડવાઈઝર કર્ણિકા યશવંતે જણાવ્યું હતું કે માઈક્રોફાઈનાન્સનું સ્વરૂપ ઉદભવ થયો ત્યારથી બદલાયું છે અને વર્ષ દરવર્ષ ધોરણે ૩૦ ટકા સુધી લોન પોર્ટફોલિયોમાં વધારો નોંધાવીને વૃદ્ધિ દર્શાવતાં પરિવર્તને ગતિ પકડી છે. બાકી લોનની રકમ હવે રૂ. ૧૪૮૦ અબજ છે. વૃદ્ધિની ગાથાને આ ક્ષેત્રમાં પારદર્શકતા વધારો અને યોગ્ય નિયમનો આવ્યા હોવાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. આ સાથે નવા ખેલાડીઓ આ અવકાશમાં આવી રહ્યા છે અને જૂના ખેલાડીઓ તેમના આઈપીઓ અને આઈસીઓ પ્લાન સાથે વૃદ્ધિ પામી રહ્યા છે. એસેટસ્ટ્રીમ પહેલનું લક્ષ્ય એવું માઈક્રોફાઈનાન્સ મંચ નિર્માણ કરવાનું છે, જે બધા માટે વૈકલ્પિક પીટુપી માઈક્રોફાઈનાન્સ મંચ આપીને અનબેન્કડ લોકોની વૃદ્ધિને અવકાશ આપીને અને ગરીબી ઓછી કરવા માટે પ્રોત્સાહન આપશે. ભારત જેવા દેશોમાં ગ્રામીણ અને અમુક શહેરી વિસ્તારોમાં પણ ગરીબી પ્રવર્તે છે ત્યાં આ અનુકૂળ બની રહેશે. એસેટસ્ટ્રીમ મંચ અંડર બેન્ક્ડ અને અનબેન્ક્ડ વસતિને નિયામક વિકલ્પ આપશે તેની પર ભાર આપતાં એસેટસ્ટ્રીમના સ્થાપક અને સીઈઓ થનીનફિરોમવાર્ડે જણાવ્યું હતું કે એસેટસ્ટ્રીમ ઋણદારોને લોનની બહેતર સ્થિતિ અને રક્ષણ પણ આપે છે. આ મંચ ધિરાણદારો માટે નિયમિત માસિક વળતરો પણ પૂરાં પાડે છે.

         ઉપરાંત એસેટસ્ટ્રીમ મંચ સાથે ઋણદારો અને ધિરાણદારો પણ સ્થાનિક નિયમન અને કાયદાઓનું કાનૂની રક્ષણ ધરાવે છે. વેપારી લોન માટે માપદંડમાં વેપારનો પ્રકાર, કંપનીની નાણાકીય સ્થિતિ, નોંધણીકૃત મૂડી અને કોલેટરલ એસેટનો સમાવેશ થાય છે. બીજી બાજુ પર્સનલ લોન માટે માપદંડમાં વ્યવસાય, વર્તમાનકાર્ય મુદત, પગારનું મૂળ, ઉંમર, અંગત સંપર્ક, સરનામું, ધિરાણરેખા, મોજૂદ લાયેબિલિટીઓ, કમસેકમ ત્રણ મહિનાનાં બેન્કનાં નિવેદન અને આકલનની નોટિસનો સમાવેશ થાય છે.

(9:22 pm IST)