ખેડા જિલ્લા પોલીસે પેટ્રોલિંગ કરી માહિતીના આધારે પાંચ શકુનિઓને જુગાર રમતા ઝડપ્યા
ખેડા: જિલ્લા એલસીબી ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે માતર ગામની પાણીની ટાંકી પાસે આવેલ બંધ કૈલાશ ટોકીઝની ઓથે ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં પાંચ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં મુસ્તાકીમ ઉર્ફે ભુરીયો મહંમદભાઈ વ્હોરા, આસીફ રફીકભાઈ વ્હોરા, ખાદીમઅલી મકબુલઅલી સૈયદ, રાકેશભાઈ પોપટભાઈ સોલંકી અને ગીરીશભાઈ ભાનુભાઈ હરીજન (તમામ રહે-માતર) નો સમાવેશ થાય છે. આ પાંચેય જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૪૦૦૦, દાવ પરના રૂ.૧૭૪૦ તેમજ ચાર નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૮૦૦૦ મળી કુલ રૂ.૧૩,૭૪૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે જપ્ત કરી પોલીસે પાંચેય જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.