News of Friday, 31st May 2019
ગળતેશ્વરના ડાભસરમાં હેન્ડપંપ 6 માસની બંધ રહેતા 150 રહીશો પાણી માટે તડફળીયા મારતા જોવા મળ્યા
ગળતેશ્વર: તાલુકાના ડાભસર ગામે આવેલ ખ્રિસ્તી ફળિયામાંનો હેન્ડપંપ છેલ્લા છ માસથી બંધ હાલતમાં છે.જેના કારણે આ વિસ્તારના આશરે ૧૫૦ થી વધુ લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.ભરઉનાળે હેન્ડપંપ બંધ હોવાને કારણે આ વિસ્તારના લોકો પાણી માટે ભટકવુ પડે છે.
ગળતેશ્વરના ડાભસર ગામે ખ્રિસ્તી ફળિયામાં આવેલ હેન્ડપંપ બંધ હાલતમાં છે.પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામમાં ઘેર ઘેર પાણી પહોચાડવામાં આવે છે.પણ અમુક વિસ્તારના રહીશો પાણીની લાઇનમાં મોટર મુકી પીવાનુ પાણી ખેચી લેતા હોવાને કારણે આ વિસ્તારના લોકો ને પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી
(5:44 pm IST)