ગુજરાત
News of Thursday, 31st May 2018

વસ્ત્રાપુર તળાવ ગટરના ટ્રીટ કરેલા પાણીથી ભરવા તૈયારી

વસ્ત્રાપુરના ખાલી તળાવને લઇ નાગરિકોમાં રોષઃ ગટરના પાણીને ટ્રીટ કરી વસ્ત્રાપુર તળાવમાં પાણી છોડવા માટે ૭૦ લાખના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે

અમદાવાદ,તા. ૩૧: કેન્દ્ર સરકારે એક બહુ મહત્વના નિર્ણયમાં જીએસટી રિફંડ માટે રૃ. ૩૦,૦૦૦ કરોડથી વધુની રકમને મંજૂરી આપી દીધી છે, જેમાં આઇજીએસટીના રૃ. ૧૬ હજાર કરોડ અને આઇટીસી ઇનપુટ ટેક્સ ક્રેડિટના રૃ. ૧૪,૦૦૦ કરોડ સમાવેશ થાય છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટના આંકડામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરીનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં હવે તંત્ર દ્વારા આગામી બે સપ્તાહ સુધી એટલે કે, તા.૧૪મી જૂન સુધીમાં અસરકર્તા તમામ વેપારીઓ, ધંધા-રોજગારવાળા અને ઉદ્યોગવર્ગના લોકોને તેમની જીએસટી રિફંડની બાકી નીકળતી રકમ ચૂકવી દેવા માટે ખાસ અભિયાન હાથ ધરાશે. વેપારીઆલમ, ધંધા-રોજગારવાળા અને ઉદ્યોગવર્ગ માટે જીએસટી રિફંડના સમાચારને લઇ રાહતની લાગણી ફેલાઇ છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રૃ. ૧૪,૦૦૦ કરોડ સુધીના રિફંડના દાવાઓ હાલ સરકાર પાસે પેન્ડિંગ છે, જેમાં આઇજીએસટીના રૃ. ૭,૦૦૦ કરોડ અને આઇટીસીના રૃ. ૭,૦૦૦ કરોડ સામેલ છે. સરકાર આજથી આગામી ૧૪ જૂન, ૨૦૧૮ સુધી ફરી એક વાર રિફંડ માટે સ્પેશિયલ અભિયાન શરૃ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન સરકાર પેન્ડિંગ રિફંડના દાવાઓ પર ફોકસ કરશે. સીજીએસટી અને સ્ટેટ જીએસટીના અધિકારીઓ તા.૩૦ એપ્રિલ, ૨૦૧૮ પૂર્વેના જીએસટી રિફંડના દાવાઓની પતાવટ કરવાનો પ્રયત્ન કરશે, જેમાં નિકાસકારના રિફંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડ સહિત અન્ય રિફંડ સામેલ છે. સરકારના પરિપત્રમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ, સ્પેશિયલ ઇકોનોમી ઝોનના રિફંડ ઓર્ડર ક્લેઇમ સંબંધિત વિવાદિત મુદ્દે વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. નિકાસકાર રિફંડ સંબંધી લેટેસ્ટ સ્થિતિ જાણી શકશે. આઈજીએસટી અંતર્ગત રિફંડના દાવેદાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે તથા રિફંડની લેટેસ્ટ સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી શકશે. નિકાસકારોની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇને સરકારે આ પ્રકારનું પગલું ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે મોટા ભાગે નિકાસકારના રિફંડ સંબંધી વ્યાપક ફરિયાદો બહાર આવી હતી અને તેઓમાં ભારોભાર નારાજગી અને રોષની લાગણી ફેલાતાં આખરે કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમ અપનાવી હવે આગામી બે સપ્તાહ સુધી જીએસટી રિફંડ માટે ખાસ અભિયાન હાથ ધરવાનું આયોજન કર્યું છે.

(10:16 pm IST)