ગુજરાત
News of Thursday, 31st May 2018

પેટલાદ તાલુકાના વિશ્નોલીમાં જુગાર રમતા ચાર નબીરાઓને પોલીસે રંગે હાથે ઝડપ્યા

પેટલાદ: તાલુકાના વિશ્નોલી ગામના તળાવ નજીક આવેલી નળીમાં આજે સાંજના સુમારે પોલીસે છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને ૭૯૫૦ની રોકડ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર મહેળાવ પોલીસે મળેલી હકિકતને આધારે વિશ્નોલી ગામના તળાવની નજીક આવેલી નળીમાં છાપો મારીને વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ સોલંકી (બાંધણી), કમરૂદ્દીનભાઈ ઈમામમીંયા મલેક (વિશ્નોલી), જાવેદખાન શરીફખાન પઠાણ (વિશ્નોલી)તથા અલીમમીંયા અબીબમીંયા સૈયદ (વિશ્નોલી)ને ઝડપી પાડીને અંગજડતીમાંથી ૫૩૯૦ તથા દાવ પરથી ૨૫૬૦ મળીને કુલ ૭૯૫૦ તથા ચાર મોબાઈલ સાથે કુલ ૯૪૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:26 pm IST)