ગુજરાત
News of Thursday, 31st May 2018

ભરૂચમાં દબાણ હટાવ કામગીરી વેળાએ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ :પોલીસ કાફલો દોડ્યો

મોદી પાર્ક વિસ્તારનાં સાબુઘર પાસે આવેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

ભરૂચ નગર પાલિકાની દબાણ શાખા દ્વારા મોદી પાર્ક વિસ્તારનાં સાબુઘર પાસે આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ વેળાએ સ્થાનિક રહિશો અને નગરપાલિકાનાં કર્મીઓ વચ્ચે માથાકૂટ થતા પોલીસ કાફલા સાથે પહોંચી હતી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

  ભરૂચ નગર પાલિકા દ્વારા કેટલાંક દબાણકર્તાઓને અગાઉથી જ નોટીસ પાઠવી તેમને સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવા સૂચના આપી હતી. જોકે કેટલાંક લોકો દ્વારા પાલિકાની નોટીસને ઘોળીને પી જતાં  પાલિકાની ટીમ મોદી પાર્ક વિસ્તારમાં આવેલી સાબુઘર પાસેની વસાહત ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી.અહીં આવેલી ઝુંપડપટ્ટીને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.પાલિકાની ટીમે જેસીબી અને ટ્રેક્ટર મારફતે ગેરકાયદે દબાણો દુર કરી જગ્યાને ખુલ્લી કરી હતી.

(4:59 pm IST)