ગુજરાત
News of Thursday, 31st May 2018

વડોદરામાં સીજીએસટી કમીશ્નરેટ કચેરીમાં સીબીઆઈ તપાસ

સુપ્રિટેન્ડેન્ટ કક્ષાના અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાના કારણે કાર્યવાહીની ચર્ચા ;ગાંધીનગરથી 10થી વધુ અધિકારીઓ ઘસી આવ્યા?

 

વડોદરા :શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સીજીએસટી કમિશનોરેટ -૨ની કચેરીમાં આજે બપોરથી સીબીઆઇની ગાંધીનગરે તપાસ કાર્યવાહી શરૃ કરી છે. ઓડિટ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ કક્ષાના અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાને મામલે કાર્યવાહીના ભાગ રૂપે તપાસ શરુ હોવાની ચર્ચા જાગી છે જોકે સીબીઆઇ દ્વારા અંગે કોઇ ટિપ્પણી કરવામાં આવી હોવાથી સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

   ચર્ચાતી વિગત મુજબ મંગળવારે બપોરેના વાગે ગાંધીનગરથી સીબીઆઇના ૧૦ ઉપરાંત અધિકારીઓની ટીમ સુભાનપુરા જીએસટી ભવન ખાતે ધસી આવી હતી. જીએસટી ભવનમાં બીજા માળે આવેલી ઓફિસને વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી. ઉપરાંત એન્ટ્રીમાં પણ ચાર અધિકારીઓએ કોઇને પણ બહારથી અંદર જવા મનાઇ ફરમાવી હતી.

(11:52 pm IST)