ગુજરાત
News of Tuesday, 31st March 2020

હેલ્થ કર્મચારીઓ અને ક્વોરેન્ટાઇનમાં પરત ફરનારા સાથે દુર્વ્યવહાર ચલાવી લેવાશે નહીં : શિવાનંદ ઝાની ચેતવણી

સોશ્યલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકાવાવાળા સામે ગુન્હો દાખલ કરાયો

 

ગાંધીનગર :ગુજરાતમાં લોકડાઉનના સાતમા દિવસે કુલ 73 કોરોના પોઝિટિવ કેસ છે રિકવર થઈ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે.ત્યારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ સમય બધા માટે મુશ્કેલી પડે છે. પોલીસે સંવેદનશીલ સાથે ફરજ બજાવવી પડશે, તો લોકો પણ સંવેદના બતાવે. લોકો હેલ્થ કર્મચારીઓ અને અન્ય લોકોને હેરાન કરતા હોય સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. ક્વોરેન્ટાઈનમાં પરત આવી રહ્યા છે, તેઓ સાથેનો દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે.

તેમણે જણાવ્યું કે, રેશનિંગ પર આવતીકાલથી અનાજનું વિતરણ કરવામાં આવશે ત્યારે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ડ્રોનના આધારે ગુના દાખલ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાથી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટવાળા સામે ત્રણ ગુના દાખલ કરાયા છે. અરવલ્લીમાં ગઈકાલે છે બનાવ બન્યો ત્યારે સિનિયર અધિકારીઓ હાજર હતા અને રાજસ્થાન બોર્ડરના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. બીજા જે માણસો છે તેને આપણા સેન્ટર હોમમાં છે. કેટલાક લોકોને રાજસ્થાને સ્વીકારી લીધા છે. આ ઘટના બાદ વધારવાનો સર્ક્યુલેશન ઇસ્યુ કરવામાં આવશે

 પોલીસનું વ્યવહાર કેવો હોવો જોઈએ તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. જે શાકભાજીમાં નુકસાન થયું છે જરૂર પડે એ જ અધિકારી પાસેથી રીકવરી કરવામાં આવશે. જે કૃત્ય ખોટું છે તેને દસ માણસો વિશે સતત કરતા હોય તો તે ચલાવી લેવામાં આવશે નહિ. જે બાબતથી ખાતાને નુકસાન થશે તે ચલાવી લેવામાં નહિ આવે. અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. હવે આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. જે પણ અધિકારીઓ કે જવાબદારી નક્કી થશે તેની સામે પગલાં ભરવામાં આવશે

 

(11:50 pm IST)