ગુજરાત
News of Tuesday, 31st March 2020

કોરોના સંક્રમણને રોકવા મહેસાણામાં જેલમાં બંધ 27 કેદીઓને બે માસ માટે છોડી દેવામાં આવ્યા

મહેસાણા:કોરોના સંક્રમણને રોકવા મહેસાણામાં લોકડાઉન કરાયું છે. કોરોનાનો ચેપ કેદીઓને લાગે તે હેતુસર કેદીઓને પેરોલ પર મુક્ત કરવા માંગ ઉઠી હતી. જેના પગલે મહેસાણા જિલ્લા જેલમાં કેદ ૨૭ કાચા તેમજ પાકા કામના કેદીઓને વૈશ્વીક મહામારી કોરોના જિલ્લાવાસીઓ માટે જેલ જેવી સાબિત થઈ રહી છે. તો બીજી બાજુ જેલમાં કેદ કેદીઓ માટે કોરોના મહામારી આશીર્વાદરૂપ બની છે. રાજ્ય ભરતી જેલમાં બંધ કેદીઓને પેરોલ પર મુક્તિ મળી છે. જિલ્લામાં પણ ૧૫ પાકા તેમજ ૧૨ કાચા કામના મળી ૨૭ જેટલા કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે.

૧૫ જેટલા પાકા કામના કેદીઓને ૨૬ એપ્રિલ સુધી પેરોલ રજા પર મુક્ત કરાયા છે. જ્યારે વર્ષ કે તેથી ઓછી ધરાવતા હોય તેવા હાઈ પાવર કમિટીની શરતોને પૂર્ણ કરતા હોય તેવા ૧૨ કાચા કામના આરોપીઓને બે માસ માટે જામીન અપાયા છે તેમ જિલ્લા જેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ બી.ટી.દેસાઈ દ્વારા જણાવ્યું હતું. જોકે જિલ્લા જેલમાં હજુપણ ૧૮૪ જેટલા કેદીઓ કેદ છે. જેમાં ૧૬૭ કાચા અને ૧૩ પાકા કામના તો પાસાના આરોપીઓનો સમાવેશ થાય છે. કેદીઓની અંગત અરજી લઈ તેમના જામીન માટે કાર્યવાહી કરવામાં આવી છે.

(5:52 pm IST)