ગુજરાત
News of Tuesday, 31st March 2020

સવા ૩ કરોડ લોકોને વિના મુલ્યે અનાજનું વિતરણ શરૂ

૧૭ હજાર સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ : ચોથી અન્નબ્રહ્મ યોજનામાં અનાજ : અંત્યોદય, પીએચએચ રેશનિંગ કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોને સીધોે ફાયદો

અમદાવાદ,તા.૩૧ : કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્યમાં આવતીકાલથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિના મૂલ્યે એપ્રિલ માસનું અનાજ આપવામાં આવનાર છે. આને લઇને તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઇને પણ લોકડાઉનના પગલે ભુખ્યા સુવું પડે તે માટે અનાજની વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને પગલે ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને ભૂખ્યા સુવું પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.

        સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને પીએચએચ રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના .રપ કરોડ લોકોને આવતીકાલ, એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે અંગેની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસર જાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીએ કરી છે. તેમણે કહ્યું કે, અનાજ વિતરણ સુચારૃં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ થાય તે માટે મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોમાં લોકોની અને શહેરી ક્ષેત્રોમાં લોકોની કમિટી બનાવવા સૂચન કર્યુ છે. તદ્દઅનુસાર, ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક, તલાટી અથવા ગ્રામસેવક, ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની કમિટી બનશે.

       શહેરી વિસ્તારોમાં શિક્ષક, સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે. અશ્વિનીકુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ એવા પણ દિશાનિર્દેશો આપેલા છે કે, રાજ્યના દરેક સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનદારો પાસે લાભાર્થી ગ્રાહકોના મોબાઇલ નંબરોના ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરી રપ-રપ લાભાર્થીને ફોનથી જાણ કરી આગોતરો સમય આપીને અનાજ લેવા માટે બોલાવવામાં આવે. કોરોના વાયરસ કોવિડ-૧૯નું સંક્રમણ ભીડભાડ અને એકબીજાના સંપર્કથી વધુ પ્રસરે છે તે અટકાવવાના હેતુસર વિજય રૂપાણીએ વ્યવસ્થાનું ચુસ્ત પાલન થાય તેની પણ તેકદારી રાખવા સુચનાઓ આપી છે એમ  અશ્વિનીકુમારે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો, ગરીબ-અંત્યોદય પરિવારો-લોકોને પણ લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વગર રહેવું પડે તે માટે વધુ એક ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે.

       આ અંગેની વિગતોમાં અશ્વિની કુમારે કહ્યું કે, આગામી તા. એપ્રિલથી આવા પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે. આવા વ્યકિત-પરિવારોની યાદી સંબંધિત જિલ્લાના કલેકટર તંત્રએ તૈયાર કરી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનની સ્થિતીમાં નાગરિકો-પ્રજાજનોને ઘરમાં રહેલા અનાજને દળાવવાની, લોટની સગવડ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી અનાજ દળવાની ઘંટી-ફલોર મિલ્સ ચાલુ રાખવા પણ તંત્રવાહકોને સૂચનાઓ આપી છે.

      મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે  આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા એસડીઆરએફમાંથી ખાસ ફાળવણી કરી છે. મુખ્યમંત્રીના સચિવે સંદર્ભમાં કહ્યું કે, આવા શેડ બનાવવા માટે અમદાવાદને કરોડ, સુરતને .પ૦ કરોડ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર પ્રત્યેકને - કરોડ તેમજ અન્ય જિલ્લાઓને કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

(8:47 pm IST)