ગુજરાત
News of Tuesday, 31st March 2020

રાજ્યમાં કોરોનાના વધુ બે કેસ : અમદાવાદમાં કેસની સંખ્યા 25એ પહોંચી : રાજ્યમાં કુલ 73 કેસ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 73 ઉપર પહોંચી છે. અમદાવાદમાં નવા બે કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી છે. 19026 લોકોને કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 1396 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં કોરોનાના 73 કેસ થયા છે જયારે 6 લોકોના મોત થયા છે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 25 કેસ નોંધાયા છે જયારે ગાંધીનગર , સુરત, વડોદરામાં 9-9 કેસ નોંધાયા છે તેમજ રાજકોટમાં 10, ભાવનગરમાં 6 અને ગીર સોમનાથમાં 2 કેસ, પોરબંદર, કચ્છ, મહેસાણમાં 1-1 કેસ થયા છે જયારે અમદાવાદમાં 3નાં મોત , ભાવનગરમાં 2નાં મોત અને સુરતમાં 1નું મોત થયું છે

(10:33 am IST)