News of Tuesday, 31st March 2020
વડોદરામાં બે દિવસથી કોરોના પોઝિટિવનો કેસ નથી
છેલ્લા 48 કલાક દરમિયાન શંકાસ્પદ કોરોનાની ચકાસણી માટે લેવામાં આવેલા તમામ 28 સેમ્પલ નેગેટિવ
વડોદરા : વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા 48 કલાક દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાં શંકાસ્પદ કોરોનાની તપાસ માટે કુલ 28 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવેલી ચકાસણીમાં તમામ સેમ્પલ નેગેટિવ જણાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સમય ગાળામાં સયાજી હોસ્પિટલમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાંથી 1,મહાનગર પાલિકા વિસ્તારમાંથી 25 અને સહયોગીઓ ખાનગી હોસ્પિટલમાં 2 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
(12:48 am IST)