જંબુસરના અણખી ગામે એક ડીજે એ લગ્નના રૂડા પ્રસંગને મોતના માતમમાં પરિવર્તિત થયોઃ DJ ના કંપનથી દિવાલ ધરાશાયીઃ દિવાલ નીચે દબાઈ જવાથી મહિલાનું મોત
- લગ્ન પ્રસંગમાં મંગાવાયેલ ડીજે સાંકડી ગલીઓમાં ફેરવવામાં આવ્યું હતું ઊંચા અવાજે વગાડાયેલા ડીજેના કંપનથી દીવાલ ધરાશાયી થતા દીવાલને અડીને ઉભેલા લોકો કાટમાળમાં દબાયાઃ ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

જંબુસર તાલુકાના અણખી ગામે એક ડીજે એ લગ્નના રૂડા પ્રસંગને મોતના માતમમાં પરિવર્તિત કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. સાંકળી ગલીમાં ડીજેના કંપનોથી દીવાલ તૂટી પડતા વરરાજાની માસીનું જ મૃત્યુ થયું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાનકડા આણખી ગામે લગ્નનો પ્રસંગ હતો
જંબુસર તાલુકાના અણખી ગામે ડીજેના કંપનથી દીવાલ ધરાશાયી થતા એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. લગ્ન પ્રસંગમાં મંગાવાયેલ ડીજે સાંકડી ગલીઓમાં ફેરવવામાં આવ્યું હતું. ઊંચા અવાજે વગાડાયેલા ડીજેના કંપનથી દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલને અડીને ઉભેલા લોકો કાટમાળમાં દબાયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ એક મહિલાનું મોત નીપજ્યું હતું. ડીજે એ લગ્નના આનંદનેને મોતના માતમમાં પરિવર્તિત કરી દીધો હતો. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે તપાસ હાથ ધરી છે.
જંબુસર તાલુકાના અણખી ગામે એક ડીજે એ લગ્નના રૂડા પ્રસંગને મોતના માતમમાં પરિવર્તિત કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. સાંકળી ગલીમાં ડીજેના કંપનોથી દીવાલ તૂટી પડતા વરરાજાની માસીનું જ મૃત્યુ થયું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાનકડા આણખી ગામે લગ્નનો પ્રસંગ હતો. ગામમાં માંડવો બંધાવવા સાથે ગ્રામજનોમાં પણ આંનદ હતો. વીનુંભાઈ નાગજીભાઈ પટેલને ત્યાં દીકરાના લગ્ન હતા.સોમવારની સાંજે લગ્નની વિધિનો આંનદ- ઉલ્લાસ જોરશોરમાં ચાલી રહ્યો હતો. આઇસર ટેમ્પામાં ડી.જે. ધામધૂમથી ગામમાં નીકળ્યું હતું. ગામની સાંકડી ગલીઓમાં નાચ ગાન સાથે લગ્નની વિધિમા ડીજે સાથે આઇસર ટેમ્પો ફરી રહ્યો હતો. વિક્રમભાઈ ગુમાનભાઈ ઠાકોરના ઘર પાસે ડીજેનો ટેમ્પો પહોંચ્યો હતો. કેટલાક જાનૈયા તેઓના ઘરની દીવાલને અડીને ઉભા હતા. બે સાંકડી દીવાલો વચ્ચે ગલીમાં ડીજે જોરશોરથી વાગતા DJ ના કંપનથી મકાનની દીવાલ તૂટી પડી હતી. આ ઘટનામાં દીવાલને અડીને ઉભેલા લોકો દબાઈ જતા દોડધામ મચી હતી.તાત્કાલિક ડીજે બંધ કરી દીવાલ નીચે ફસાયેલા સહિત ઇજાગ્રસ્ત 5 લોકોને બહાર કાઢી તાત્કાલિક જંબુસરની અલમહમૂદ હોસ્પિટલ ખસેડાય છે. ટૂંકી સારવાર દરમિયાન વરરાજાની માસીનું જ મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ લગ્નનો પ્રસંગ તેમજ માંડવામાં કલ્પાંત સાથે માતમ ફેરવાઇ ગયો હતો.