ગુજરાત
News of Wednesday, 31st January 2018

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લાકડા ગેંગનો આતંકઃ ચાર યુવકોએ જયેશ ચૌહાણને ઢોર માર માર્યોઃ ગંભીર

અમદાવાદઃ અમદાવાદમાં લાકડા ગેંગના આતંકથી એક યુવકને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે.  ગુનાહિત પ્રવૃત્તિ। આચરવા માટે તેમજ લોકોમાં ખૌફ ફેલાવવા માટે ગેંગમાં નવા યુવકો સામેલ કરવામાં આવી રહ્યા છે. જો યુવક ગેંગમાં સામેલ થવાનો ઇનકાર કરે તો તેની સાથે મારપીટ પણ કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો રામોલ પોલીસ સ્ટેશનની પાછળ બન્યો છે લાકડા ગેંગમાં સામેલ થવા માટે યુવકે ઇનકાર કરતાં ચાર યુવકોએ તેને ગુપ્તાંગ પર લાકડીઓના ફટકા મારીને ઢોર માર માર્યો હતી.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ કામધેનુ પાર્ક સોસાયટીમાં રહેતો અને સિલાઇ કામ કરતો જયેશ રણજિતભાઇ ચૌહણે રામોલ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ઘમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે અમરાઇવાડી વિસ્તારમાં રહેતો અરુણ ઉર્ફે ચાપટ જયસ્વાલ અને રોહિત રાજપૂત જયેશનો મિત્ર છે.

રવિવારની મોડી રાતે અગાઉના ઝદ્યડાની અદાવત રાખીને અરુણ અને રોહિતે તેના અન્ય બે મિત્ર સાથે મળીને રામોલ પોલીસ સ્ટેશનની પાછળ જયેશ પર હુમલો કર્યો હતો. ચારેય શખ્સોએ ભેગા મળીને જયેશને ઇંટોથી માર્યો હતો ત્યારે જયેશના ગુપ્તાંગ અને શરીર પર લાકડી અને ધોકા વડે ફટકાર્યો હતો.

આ દ્યટનામાં જયેશને ગંભીર ઇર્જ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં હાલ તે આઇસીયુમાં છે. જયેશ પર હુમલો કરવાના કિસ્સામાં પોલીસે એક દિવસ મોડી ફરિયાદ દાખલ કરતાં પોલીસની કામગીરી પર અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર જયેશના મિત્ર અરુણ અને રોહિત લાકડા ગેંગના સભ્ય છે. છેલ્લા દ્યણા સમયથી જયેશને લાકડા ગેંગનો સભ્ય બનીને ગુનાખોરી આચરવા માટે અરુણ અને રોહિત બળજબરી કરી રહ્યા હતા. જયેશે લાકડા ગેંગમાં સામેલ થવાનો ઇનકાર કરતાં તેના પર હુમલો કરવામાં આવ્યો છે.

પોલીસ લાકડા ગેંગના સભ્યોને છાવરી રહી હોવાના આક્ષેપ જયેશના પરિવારજનો કરી રહ્યા છે. જયેશ પર હુમલો થયાના એક દિવસ બાદ પોલીસ ચાર શખ્સો વિરુદ્ઘમાં ગુનો દાખલ કરતા પોલીસની કામગીરી પર અનેક તર્કવિતર્ક સર્જાયા છે. રામોલ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતાં જયેશના પરિવારજનો ગઇ કાલે રામોલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા જયાં તેમણે હોબાળો મચવતાં અંતે પોલીસ ગુનો દાખલ કર્યો છે.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટ કે.એસ.દવે એ જણાવ્યું છે કે અરુણ વિરુદ્ઘમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે ત્યારે જૂની અદાવતમાં અરુણે જયેશ પર હુમલો કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

(5:56 pm IST)