ગુજરાત
News of Tuesday, 30th November 2021

સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં કિલોએ 13 રૂપિયા વધાર્યા :આજથી લાગુ કરાયો

એક કિલો અમૂલ લુઝ ઘીનો ભાવ 420થી વધીને 433 રૂપિયા થયો :ઘીના 15 કિલોના ડબ્બાના ભાવ 6,300 રૂપિયાથી વધી 6, 495 થયા: સાબરડેરીએ પત્ર દ્વારા મંડળીને જાણ કરી

અમદાવાદ :સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં પ્રતિ કિલોએ 13 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી હવે એક કિલો અમૂલ લુઝ ઘીનો ભાવ 420થી વધીને 433 રૂપિયા થયો છે. લુઝ ઘીના 15 કિલોના ડબ્બામાં 195 રૂપિયાનો વધારો થયો છે. જેથી અમૂલ લુઝ ઘીના 15 કિલોના ડબ્બાના ભાવ 6,300 રૂપિયાથી વધી 6 હજાર 495 થયા છે. આજથી જ ભાવ વધારો લાગૂ કરાયો છે. સાબરડેરીએ આ અંગે પત્ર દ્વારા મંડળીને જાણ કરી છે.

અમુલ ઘીના ભાવમાં રૂપિયા 13  નો વધારો  કરવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પ્રજાજનો પર બોજ પડશે . એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે ઘીના ભાવમાં વધારો થતાં  પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે  જુલાઇ  માસમાં સાબર ડેરીએ ઘી ના ભાવમાં  બીજીવાર 11 રૂપિયાની ઘટાડો કર્યો હતો. આ પૂર્વે ડેરીએ  ધીના ભાવમાં 12 રૂપિયાનો ઘટાડો કર્યો હતો જેના લીધે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને પ્રતિ કિલોએ રૂપિયા 23નો ફાયદો થયો હતો તેમજ અમુલના 15 કિલો ઘીના ટીનમાં પણ રૂપિયા 165ની રાહત આપવામાં આવી હતી.

(9:01 pm IST)