ગુજરાત
News of Monday, 30th November 2020

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ કોરોનામાંથી જલ્દી સ્વસ્થ થાય તે માટે બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા લઘુ રુદ્ર રખાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નવનિયુક્ત નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તાજેતરમાં જ કોરોના સંક્રમિત થયા હતા જેના કારણે લોકોમાં ભારે ચિંતા હોય તેઓ કોરોનાને માત આપી જલ્દી સાજા થઈ સમાજ સેવામાં પુનઃ અગ્રેસર થાય તેવા ઉમદા હેતુથી આજરોજ રાજપીપળાના રાજરાજેશ્વર મહાદેવ મંદિર ખાતે ભ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા અભિષેકાત્મક લધુ રૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું

 દિપેશભાઈ પંડ્યાના આચાર્ય પદે પ્રકાશભાઈ વ્યાસના હસ્તે લઘુ રુદ્ર યજ્ઞ રખાયો જેમાં પૂજા વિધિમા બચુકાકા,ગૌરીશંકર કાકા,નયનભાઈ પુરોહિત ,આદિત્યભાઈ પુરોહિત, જય ભાઈ દવે,નિહારભાઈ પંડયા,રશ્મિકાન્તભાઇ પંડયા, સુરેશભાઈ ભટ્ટ સહિતના પુનજનીય ભૂદેવો દ્વારા આ લધુ રૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું.સાથે સાથે કમલેશભાઈ  પટેલ,તેજસભાઈ પંડ્યા ,સુરેશભાઈ વસાવા પણ હાજર રહી ધનશ્યામભાઈ પટેલ ત્વરિત સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

(11:00 pm IST)