ગુજરાત
News of Monday, 30th November 2020

રાજપીપળા પોલીસે 2 દિવસમાં કોવિડ-૧૯ ના પાલન માટે હાથ ધરેલા ચેકીંગમાં 13 હજારનો દંડ ફટકાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું હોય છતાં લોકો કોવિડ-૧૯ ના જાહેરનામાનું યોગ્ય રીતે પાલન ન કરતા રાજપીપળા ટાઉન પોલીસે ઉપરથી મળેલી સૂચના અને નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન મુજબ 2 દિવસથી રાજપીપળા ના બજારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકીંગમાં રાજપીપળા પો.સ્ટે.ના ઇન્ચાર્જ ટાઉન પી.આઈ.જે.આર. ગામીત,પો.કો. શાંતિલાલ સહિતના સ્ટાફે રવિવારે 09 વ્યક્તિઓ તેમજ આજે સોમવારે 04 મળી કુલ 13 વ્યક્તિઓને જાહેરનામાનું પાલન ન કરવા બદલ પકડી તેમની પાસે નવા નિયમ મુજબ વ્યક્તિ દીઠ એક હજાર રૂપિયા લેખે 13 હજારનો દંડ વસુલ કરવામાં આવતા અન્યોમાં ફફડાટ જરૂર ફેલાયો હતો.

(10:36 pm IST)