ગુજરાત
News of Monday, 30th November 2020

કાર્તિક પુર્ણિમાના દિવસે વર્ષમાં એક જ વખત ખુલતા કાર્તિકેય સ્વામી ભગવાનના પાટણ ખાતેના મંદિરે ભાવિકોએ દર્શન કર્યા

પાટણઃ ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર ખુલે છે ત્યારે  કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા  દર્શન કરવા ભક્તોનું ઘોટાપૂર ઉમટ્યું હતું.  સાથે કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઇન સાથે ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય ભગવાન વચ્ચે પૃથ્વીના ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોર લઇ સમય મર્યાદામાં પૃથ્વીનું સાત વાર ભ્રમણ કર્યું હતું. પરંતુ ભગવાન ગણેશ ચતુર હોઈ તેમને પૃથ્વીનું ભ્રમણ કરવાના બદલે પોતાના માતા-પિતાના સાત ફેરા કરી ભ્રમણ પૂરુ કરતા તમામ ભગવાને ગણેશના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ ખુશ થઇ હતા. ગણેશના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઇ પોતાને શાપ આપ્યો હતો. જે મારું મુખ જોશે તે વિધવા થશે ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજવતાં તેમને નિર્ણય કર્યો હતો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરણિત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તે સૌભાગ્ય વતી બનશે અને  જીવનમાં સુખ, સમૃદ્ધિ  મળશે ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષ માં એકવાર વાર ખુલે છે. મંદિરના દ્વાર ખુલતા  મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરી દર્શનનો લાભ લીધો હતો.

નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોઈ તેને કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે. કાર્તિકેય પૂર્ણિમાના દિવસે પાટણ માં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન છે. અહીં સૂર્યોદય પેહલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા  અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે. જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ છે. આજે મંદિર ખુલતા સવારથી ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા

પાટણમાં ગાયકવાડ સરકાર દ્વારા બનાવેલ પ્રાચીન મંદિરમાં કાર્તિકેય ભગવાનનું મુખ વર્ષમાં એકવાર જોવા મળે છે અને તેમના દર્શન માત્રથી ભક્તો ના દુઃખ દર્દ દૂર થતા હોઈ ભક્તો ભગવાન કાર્તિકેય પર  અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે

(5:38 pm IST)