ગુજરાત
News of Monday, 30th November 2020

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે 50 ફૂટ ઊંડા કુવામાં પડેલ નીલગાયના બચ્ચાને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું

મોડાસા: તાલુકાના ટીંટોઈ ગામે ૫૦ ફુટ ઊંડા કૂવામાં પડી ગયેલા નીલગાયના બચ્ચાને ભારે જહેમત બાદ ઉગારી લેવાયું હતું.કૂવામાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ આ રોઝ બચ્ચા ને વન વિભાગ અને જીવદયા સાથે જોડાયેલ સંસ્થાના કાર્યકરો દ્વારા બચાવી જીવંતદાન અપાયું હતું. ટીંટોઈ ગામની સીમમાં આવેલા એક ઊંડા અવાવરૃ કૂવામાં નીલગાયનું બચ્ચું અકસ્માતે ખાબક્યું હતું.

કૂવામાં રોઝ બચ્ચુ પડી ગયું હોવાની  જાણ થતાં જ જાગૃત નાગરિકોએ વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરી હતી.જાણ થતાં વન વિભાગ ના રોહિતભાઈ અને પ્રતિકભાઈ તેમજ વર્લ્ડ લાઈફ એનડ નેચર કન્ઝર્વેશન ની ટીમના મૌલિક પરમાર સહિતના ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને ગામના યુવાનોની મદદ વડે ભારે જહેમત બાદ આ બચ્ચા ને ૫૦ ફુટ ઉંડા કૂવામાંથી રેસ્કયુ કરી હેમખેમ બહાર કઢાતાં સૌએ રાહત નો શ્વાસ લીધો હતો. જો કે અગાઉ પણ કુવામાં પડી જવાના બનાવો બન્યા હોવાથીં વનવિભાગ આ દીશામાં યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

(5:22 pm IST)