ગુજરાત
News of Monday, 30th November 2020

માતર તાલુકાના આંત્રોલી ગામે જમીનનો ખોટો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

માતર:તાલુકાના આંત્રોલી ગામે આવેલ સંયુક્ત જમીનમાં ખોટી રીતે દસ્તાવેજ કરી છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે માતર પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતા અને મૂળ નડિયાદ તાલુકાના આખડોલ ગામના ફકીરમહંમદ શેખની વડીલો પાર્જીત જમીન આવેલી છે.ત્રણ ભાઇઓ અને છ બહેનોની સંયુક્ત જમીન  સર્વે નંબર-૪૭૭ નવો બ્લોક નં-૫૧૩ વાળી ૮૫ ગુંઠા જમીન સંઘાણા ખાતે આવેલ છે.જે જમીનમાં ફકીરમહંમદ શેખ કે તેમના માતા તથા ભાઇઓની સહીઓ કે સહમતિ વિના અનવરભાઇ કુરેશી,સિકંદરભાઇ કુરેશી અને નશીમબાનુ કુરેશીએ દસ્તાવેજ કરી છેતરપિંડી કરી છે.

(5:20 pm IST)