ગુજરાત
News of Monday, 30th November 2020

સુરતના ફૂલપાડા વિસ્તારમાં કર્ફ્યુના સમયે દારૂનો વેપલો ચલાવનાર યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના કતારગામ પોલીસ મથકની હદમાં ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં દારૂ અને ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલતા વિવાદમાં યુવાનની હત્યા કરનાર ચારથી પાંચની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં આવેલા ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં ચાર થી પાંચ યુવાનોએ દારૂ અને ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજા નામના યુવાનની હત્યા કરી હતી. 

(5:19 pm IST)