ગુજરાત
News of Monday, 30th November 2020

સુરતના પાંડેસરામાં સાયકલ પર જતા યુવકને ટેન્કરે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

સુરત:નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરાના ગણેશનગરમાં રહેતો 22 વર્ષીય હાથ દીપુકુમાર રામસજીવન પ્રજાપતિ રવિવારે મોડી સાંજે સચિન ખાતે કાપડ યુનિટમાં નોકરી કરીને સાઇકલ પર ઘરે આવવા નીકળ્યા હતા. તે સમયે સચિનના ગભેણી ચાર રસ્તા પાસે સાયકલને સિમેન્ટ, રેતી, કપચી મિક્ષિગનુ ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. 

જેમાં તેને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જોકે ટેન્કરચાલક ત્યાં ટેન્કર મુકીને ભાગી ગયો હોવાનું જાણવા મળે છે. જ્યારે દીપુકુમાર મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરામા જાફરગંજના વતની હતા. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)