વડોદરાના કરચીયા ગામે જમવા જેવી નજીવી બાબતે બે રૂમ પાર્ટનર બાખડ્યા:ચપ્પુથી જીવલેણ હુમલો
વડોદરા:શહેરના છેવાડે કરચિયા ગામમાં જમવામાં રોટલી બાબતે બાખડેલો રૂમ પાર્ટનર સાથીદારને ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. જવાહરનગર પોલીસે આ અંગે હત્યાની કોશિષનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
મુળ મધ્યપ્રદેશના બીના તાલુકામાં આવેલ બેરખેરી ગામના વતની અને હાલમાં કરચિયા ગામ ખાતે આવેલી રાજસ્થાન કોલોનીમાં રહેતા ઓમપ્રકાશ થાનસિંગ સિંધી રિફાઇનરી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર લેબર તરીકે નોકરી કરે છે. તેઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારના રોજ તેઓ પોતાના રૂમ પર પહોંચ્યા ત્યારે સેતાનસિંગ, નરેન્દ્ર, દશરથ તેમજ ધર્મેન્દ્રએ જમ્યા બાદ તેઓનીમાં માટે માત્ર બે રોટલી રાખી હતી. જેથી તેઓ રોટલી ઓછી પડશે તેવું વિચારી રૂમ નંબર 46 અને 47માં ગયા હતા. જ્યાં તેઓના ગામના બીજા માણસો રહે છે