ગુજરાત
News of Monday, 30th November 2020

અમદાવાદમાં કોરોનાથી સ્થિતિ ખરાબઃ સવાલ કર્યા તો રાજીવ ગુપ્તાએ ધારાસભ્યને બ્લોક કર્યા, આ દુર્ભાગ્યપૂર્ણ : અર્જુનભાઈ મોઢવાડિયા

અમદાવાદ,તા. ૩૦: મહાનગરપાલિકામાં કોરોનાના આંકડામાં મોટી પોલંપોલ કરી રહી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કોરોનાના આંકડા માં મોટી પોલંપોલ.અધિકારીઓ આંકડાઓ છુપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે.

કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ કે અધિકારીઓ આંકડાઓ છુપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે,આઇએએસ રાજીવ ગુપ્તાને સવાલ કર્યો તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બ્લોક કર્યા છે. અધિકારીઓ સવાલનો જવાબ આપવાને બદલે બ્લોક કરી રહ્યા છે. શું અધિકારીની પલાયનવૃતિ અમદાવાદના આંકડામાં કઈંક ખોટું થતું હોવાની ચાડી ખાય છે? સવાલ છુપાવી શકશો મો નહી. અધિકારી છો, જવાબ તો આપવો જ પડશે.

કોંગ્રેસે સવાલ ઉઠાવેલ કે, સરકાર દર્દીઓ અને મૃતકના આકંડા છુપાવી રહી છે?શબવાહિનીમાં વેઇંટિંગ લિસ્ટ કેમ છે?ખાનગી હોસ્પિટલ હાઉસફુલ છે?અધિકારીએ ધારાસભ્ય ખેડાવાલાને બ્લોક કર્યા તે દુર્ભાગ્યપૂર્ણ છે. સવાલ કરશો તો બ્લોક કરશે? પ્રજાના પ્રતિનિધિના સવાલથી અધિકારી કેમ ભાગી રહ્યા છે?સવાલને પણ આંકડાની જેમ છુપાવવા માગો છો? સવાલ છુપાવી શકશો મો નહી. અધિકારી છો, જવાબ તો આપવો જ પડશે.

(3:50 pm IST)