ગુજરાત
News of Monday, 30th November 2020

રાજકોટ - અમદાવાદ ૬ માર્ગીયનું કામ ૭૦% પૂર્ણ

૨૦ બ્રિજનું કામ પૂરજોશમાં : બાકીના ૨૦ બ્રિજનું કામ ૨૦૨૧ના પ્રારંભે આરંભાશે : જુલાઇ સુધીમાં પ્રોજેકટ પૂર્ણ થવાની શકયતા

રાજકોટ તા. ૩૦ : સૌરાષ્ટ્ર માટે અત્યંત મહત્વના રાજકોટ - અમદાવાદ રોડને ૬ માર્ગીય બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે માર્ગ મકાનનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે કામ ૭૦ ટકા પુરૃં થઇ ગયાની માહિતી સરખેજ ખાતેના અન્ય લોકાર્પણ પ્રસંગે આપી હતી.

વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટ - અમદાવાદ ૬ માર્ગીય રોડનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. લોકડાઉન અને ચોમાસાના કારણે કામમાં અવરોધ સર્જાયેલ જેમાં હવે ફરી ગતિ આવી છે.

માર્ગ પહોળો કરવાનું કામ ૭૦ ટકા જેટલું થઇ ગયું છે. જેમાં લીંબડી - અમદાવાદ વચ્ચેનું કામ વધુ પ્રમાણમાં થયું છે. આ ૬ માર્ગીય રોડ પર કુલ ૪૦ ઓવરબ્રીજ બનાવવાના થાય છે તે પૈકી ૨૦ બ્રિજનું કામ હાલ ચાલુ છે. તે માર્ચ સુધીમાં પૂર્ણ થશે. કામની ગતિ અત્યાર પ્રમાણે જળવાઇ રહે તો જુલાઇ ૨૦૨૧ સુધીમાં લગભગ સંપૂર્ણ પ્રોજેકટ પુરો થઇ જશે.

(3:05 pm IST)