ગુજરાત
News of Monday, 30th November 2020

બેરીકેટ દૂર કરી શ્વાસ અને હૃદયના દર્દી સાથેની ૨ એમ્બ્યુલન્સ માટે માર્ગ કરાવી જીવ બચાવ્યા

પીએમના કાફલામાં સમયે મૂળ મોરબી પંથકના વતની એવા ડીવાયએસપી કે.ટી.કામરિયાની કુનેહ રંગ લાવી

રાજકોટ,તા.૩૦: કોરોના વેકેશનની અપડેટ મેળવવા માટે વડા પ્રધાન અમદાવાદના ઝાયડેકસ પાર્ક ખાતે આવ્યા તેવા સમયે જ તેમના કાફલાને કારણે ૨ એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલ.જેમાં ૧ દર્દી ને હોસ્પિટલમાં ઓકિસજન આપવાનું હતું અને બીજા દર્દી હૃદય રોગના દર્દી હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હસ્તક જવાબદારી હોવાથી સાણંદના ડીવાયએસપી શ્રી કે.ટી.કામરીયા જેવા ખૂબ જ અનુભવી અને લોકો તથા તંત્ર વચ્ચે સેતુ જેવા અધિકારની પસંદગી અમદાવાદ રેન્જ આ આઇ જી શ્રી ભાટી તથા એસપી વીરેન્દ્ર યાદવ દ્વારા થયેલ જે સાર્થક બની હતી.

ડીવાયએસપી કે.ટી.કામરિયાને  આ બાબતે જાણ થતાં જ તેઓએ તાકીદે બેરિકેટ હટાવી લઇ એમ્બ્યુલન્સ માટે માર્ગ કાઢી આપ્યો હતો. ભૂતકાળમાં પણ મૂળ સૌરાષ્ટ્રના મોરબી પંથકના વતની ડીવાયએસપી કે.ટી.કામરિયા દ્વારા આજ રીતે તાકીદના પ્રસંગોએ સૂઝબૂઝથી લીધેલ નિર્ણયોથી લોકોને મોટી મદદ મળી હતી તે બાબત જાણીતી છે.

(2:40 pm IST)