ગુજરાત
News of Monday, 30th November 2020

વડોદરા પાલિકા-પોલીસની ટીમ પોતે જ ગાડીમાં ઠસોઠસ:લોકોને સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરી

એક કારમાં બેસીને 8 અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ અંગે અપીલ કરી :આ કર્મચારીઓએ એક વેપારીએ જાહેરમાં ખખડાવી નાખ્યા

વડોદરા : શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને અટકાવવા માટે બે દિવસથી પાલિકા અને પોલીસની ટીમો કામગીરીમાં જોડાઇ છે. વડોદરાના મંગળબજાર, ન્યાયમંદિર, મુનશીનો ખાંચો, ઘડિયાળી પોળ સહિતનાં બજારોમાં પાલિકા અને પોલીસની ટીમોએ વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવવા બાબતે જાહેરાત કરીને અપીલ કરી હતી.
આ બાબતે એક કારમાં બેસીને 8 અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ અંગે અપીલ કરી હતી. આ કર્મચારીઓએ એક વેપારીએ જાહેરમાં ખખડાવી નાખ્યા હતા. એક કારમાં બેસીને 8 અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ અંગે અપીલ કરી હતી. આ કર્મચારીઓને એક વેપારીએ જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, આ તમારૂ સોશિયલ ડિસ્ટન્સ છે. જે વ્યવહારિક છે તે તો છે જ આવી રીતે સોશિયલ ડિસ્ટન્સ ન થાય 10-10 લોકો ગાડીમાં બેસીને સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરી રહ્યા છો તે કેટલી હદે યોગ્ય. વડોદરા શહેરની બજારોમાં પોલીસ અને પાલિકા ટીમો ફરીને લોકો અને વેપારીઓને અપીલ કરી રહી છે કે, કમિશ્નર સાહેબના આદેશ અનુસાર જાહેર જનતા અને વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.

(12:00 am IST)