ગુજરાત
News of Monday, 30th November 2020

ગુરૂનાનક જ્યંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

બંધુતા સમરસતા અને આપસી પ્રેમના ગુરૂનાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઇ-બહેનોને  સોમવારે ઉજવનારા ગુરૂનાનક જ્યંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બંધુતા સમરસતા અને આપસી પ્રેમના ગુરૂનાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે તેમ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે.

(6:08 pm IST)