ગુજરાત
News of Monday, 30th November 2020

નાંદોદના કુંવરપરા પેટ્રોલ પંપ પાસે 2 મો.સા.વચ્ચે અકસ્માતમાં 4 લોકોને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કુંવરપરા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હરેશભાઇ ચતુરભાઇ વસાવા તેમજ તેમના પત્ની નયનાબેન( રહે. વિરપોર,નાંદોદ) ને પુરપાટ આવતી મો.સા.નં. જી.જે.22.બી.7304 એ પાછળથી અથડાતા ફરી.તથા તેમના પત્નીને ઇજાઓ કરી અકસ્માત કરનાર મો.સા.ચાલક જીગ્નેશ નરેશભાઇ વસાવા (રહે.વિરસિંગપરા )અને પાછળ બેઠેલા વ્યક્તિ પોતે પણ પડી જતા તેમને પણ ઇજા થઇ હોય રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:12 pm IST)