ગુજરાત
News of Saturday, 30th November 2019

મહેમદાવાદના ઘોડાસરમાં સીમમાં રસ્તે જવા બાબતે ઝઘડો થતા મામલો બિચક્યો: તલવારની હુમલો કરી ઇજા પહોંચાડનાર શખ્સને 2 વર્ષની સજાની સુનવણી

મહેમદાવાદ: તાલુકાના ઘોડાસરમાં રસ્તામાં જવા બાબતે એક ઈસમ પર તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડનારને નડીઆદની સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના ઘોડાસરમાં રહેતાં મહેશભાઈ શંકરભાઈ ભોઈ ગત તા.૧૭-૧૨-૧૬ના રોજ રાત્રે સાડા દશ કલાકે ઘોડાસર ગામની સીમમાં રોહિસા માઈનોર કેનાલ પાસેથી પસાર થતાં હતાં ત્યારે ઘોડાસર સીમમાં રહેતાં ગીરીશભાઈ ઉર્ફે ટપો લલ્લુભાઈ ભોઈએ તેમને અટકાવ્યાં હતાં. અને જણાવ્યુ હતું કે તને રસ્તેથી જવાની ના પાડી છતાં અહીંથી વારંવાર કેમ જાય છે. તેમ કહી ગાળો બોલી હતી. જેથી બંને વચ્ચે તુતુ...મેમે... થઈ હતી. ઉશ્કેરાયેલા ગીરીશભાઈ ભોઈએ પોતાના ઘરેથી તલવાર લઈ આવી મહેશભાઈ પર હુમલો કર્યો હતો. મહેશભાઈએ બચવા માટે ડાબો હાથ ઊંચો કરતાં ડાબા હાથના કાંડા પર તલવારનો ઝાટકો લાગ્યો હતો તેમજ કપાળના ભાગે પણ જીવલેણ ઈજાઓ થઈ હતી.

(5:13 pm IST)