રાજય પ્રૌઢ શિક્ષણ પરિષદના પ્રમુખ તરીકે યશવંત જનાણી : ઉપપ્રમુખપદે જે. એમ. પનારાની વરણી
રાજકોટ તા. ૩૦ : ગુજરાત સ્ટેટ એડલ્ટ એજયુકેશન કાઉન્સીલ (ગુજરાત રાજય પ્રૌઢ શિક્ષણ પરિષદ) ની તાજેતરમાં મળેલ કાર્યવાહક સમિતિની બેઠકમાં આગામી બે વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે રાજકોટના યશવંતભાઇ જનાણીની વરણી થયેલ છે.
આ સંસ્થાના આજીવન ચેરમેન તરીકે ડો. મફતભાઇ પટેલ રહેશે. જયારે ગુજરાત વિદ્યાપીઠના પ્રાધયાપક ડો. સંદ્યાબેન ઠાકર જનરલ સેક્રેટરી તરીકે સેવા આપશે. સૌરાષ્ટ્ર યુનિ.ના રાષ્ટ્રીય સેવા યોજનાનાં પૂર્વ નિયામક પ્રા. જે. એમ. પનારાની પણ ઉપપ્રમુખ તરીકે વરણી થઇ છે. જયારે પૂવ્ર્ સમાજ કલ્યાણ અધિકારી એલ. એસ. સૈયદ જોઇન્ટ જનરલ સેક્રેટરી તરીકે અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના રાજય શાખા પ્રમુખ રાજેશભાઇ ગોંડલીયા ખજાનચી તરીકે તેમજ કારોબારી સભ્યમાં રાજકોટની હરીવંદના કોલેજના નિયામક સર્વેશ્વરભાઇ ચૌહાણ અને માંગરોળના પ્રા. હેમાંગ દેસાઇનો સમાવેશ કરાયો છે.