ગુજરાત
News of Saturday, 30th November 2019

સુરતમાં મંગળવારે વ્હોરા સમાજના ધર્મગુરૃનું આગમનઃ સૌરાષ્ટ્રના હજારો અનુયાયીઓ દર્શનાર્થે જશે

સુરતમાં મં જસદણ તા.૩૦ : શાંત સંપીલી અને ધર્મભીરૂ ગણાતા દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં હાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ 'સૈફુદ્દીન' આગામી તા.૩ ડીસેમ્બર મંગળવારે સુરત પધારવાના હોય જેની વાયુવેગે જાણ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, બોટદા, મોરબી, અમરેલી, દ્વારા, ગિરસોમનાથ, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાથી માંડી જસદણ જેવડા અનેક તાલુકામાં વસવાટ કરતા તમેના અનુયાયીઓમાં થતા સર્વત્ર ખુશાલી છવાઇ હતી.

સમાજમાં જેમનો પડયો બોલઝીલાય છે. એવા માનવતા વાદી તાજદાર ડો સૈયદના સાહેબ હાલ તેઓ ટાન્ઝાનીયા દેશના દારેસ્લામ શહેરમાં છે ત્યારથી તેઓ મુંબઇ આવી રેલ્વે દ્વારા મંગળવારે સાંજે સુરત પધારે ત્યાં તા.૧૭ ના રોજ સમાજના રૂહાની બાવા બુરહાનુદ્દીન (રિ.અ.) સાહેબની ૧૦૯મો જન્મદિવસ તથા પોતાનો ૭૬ જન્મ દિવસ ઉજવશે આ દિવસે દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં વ્હોરા બિરાદરો સુરત આવશે.

સુરતમાં સૈયદના સાહેબનું ૧૯ દિવસ રોકાણ હોવાથી આ દિવસો દરમિયાન અનેક કાર્યક્રમો યોજાયા છે. જેમાં સૌરાષ્ટ્રમાંથી પણ હજારોની સંખ્યામાં વ્હોરા બિરાદરો સુરત જશે.

હાલ ડો. સૈયદના સાહેબના સ્વાગત માટે સુરત શહેર આતુર બન્યુ છેશહેરની હોટલો, ફલેટો અને ખાનગી મકાનો અત્યારથી બુક થઇ ગયા છે.તેમના આશીર્વાદ લેવા માટે વિશ્વભરમાંથી વ્હોરા ભાઇ-બહેનો સુરત પધારશે ત્યારે સૌરાષ્ટ્રના ગામોમાંથી વ્હોરા બિરાદરો બહોળી સંખ્યામાં સુરત જશે.

(11:50 am IST)