News of Saturday, 30th November 2019
વડોદરામાં ટ્રાફિક પોલીસે મેમો આપીને રીક્ષા જપ્ત કરી લીધી :રિક્ષાચાલકે રસ્તામાં બેસીને કર્યો વિરોધ
કાલાઘોડા વિસ્તારમાં રિક્ષાચાલકના સૂરમાં સુર પુરાવતા વકીલે પણ ટ્રાફિકની કામગીરીનો વિરોધ કર્યો
વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડકાઈ વર્તાવી છે. એક રીક્ષાચાલક મેમો મળતાં રોડ પર જ બેસી ગયો હતો
વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં પોલીસે મેમો આપી તેની રીક્ષા જપ્ત કરી લેતા નારાજ થયેલા રીક્ષાચાલકે રસ્તા પર જ બેસીને ટ્રાફિક જામ કરી દીધો હતો ટ્રાફિકનાં નિયમોથી હેરાન થઇ તે રસ્તા પર બેસી ગયો હતી પોલીસે યુવકને રોડ પરથી ઉઠાડવા ભારે મથામણ કરી હતી ઘટના સ્થળેથી પસાર થતાં એક વકીલે પણ રિક્ષાચાલકના સૂરમાં સૂર પૂરવ્યા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યોહતો .
(10:41 pm IST)