News of Friday, 30th November 2018
આગામી વર્ષે મેડિકલમાં 600 બેઠક વધારા સાથે 4600 બેઠકો થશે
અમદાવાદ : એમસીઆઈ દ્વારા નવી કોલેજોની મંજૂરી અને હયાત કોલેજોને રીન્યુઅલ પરમિશનની પ્રક્રિયા અંતર્ગત ઈન્સપેકશનની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં વિસનગર, નડીયાદ તથા અમદાવાદની કોલેજ સાથે જીએમઈઆરએસની ત્રણ હયાત કોલેજોમાં ઈન્સપેકશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
આ વર્ષે એમસીઆઈએ કડકાઈથી ઈન્સપેકશન કર્યુ છે અને જો થોડા નિયમો-થોડી ખામીઓને થોડે વધતે અંશે અવગણી દેવામા આવે અને ચાર કોલેજોને મંજૂરી મળે તો આગામી વર્ષે મેડિકલમાં ૬૦૦ બેઠકો વધી શકે છે. સરકારે નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલો માટે જાહેર કરેલી નવી હેલ્થ પોલીસી અંતર્ગત ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ અંતર્ગત નવી કોલેજો અને હોસ્પિટલો માટે રાજ્યમાંથી અનેક સંસ્થાઓએ અરજી કરી છે.
(9:28 pm IST)