ગુજરાત
News of Friday, 30th October 2020

કેવડિયા ખાતે 15 ડેપ્યુટેસન સ્ટાફ સાથે નર્મદા જિલ્લામાં શુક્રવારે નવા ૨૪ કોરોના કેસ નિકળતા તંત્ર ચિંતિત

એકતા પરેડમાં પી.એમ.આવવાના 2 દિવસ કેવડિયામાં હાજર હોય જિલ્લામાં 24 કેસ નિકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૨૯૧ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય શુક્રવારે પી.એમ.મોદીજી પણ કેવડિયા ખાતે આવ્યા છે ત્યારે કેવડિયા સ્ટાફમાં આજે 15 કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં નવા ૨૪ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાતા તંત્ર ચિંતિત જણાયું હતું

 

 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા ભાટવાડા-૦૧,નાંદોદ જીતનગર પોલીસ સ્ટાફ ૦૪,ગરુડેશ્વરના કેવડિયા ખાતે-૧૫ અને તિલકવાડા-૦૧, એકલવ્ય સ્કૂલ ૦૩ મળી નર્મદા જિલ્લા માં કુલ ૨૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૬૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૩૦ દર્દી દાખલ છે.આજરોજ ૦૧ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૧૭૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૨૯૧ એ પહોચ્યો છે.આજે વધુ ૩૪૯૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:38 pm IST)