ગુજરાત
News of Friday, 30th October 2020

રાજપીપળા શહેરમાં ડુંગળીના ભાવે ગૃહિણીઓને રડાવી : છૂટક ડુંગળી કિલોના 100 રૂપિયા થયા

100 રૂપિયે કિલો ડુંગળી અને બટાટા 60 રૂપિયે કિલોના ભાવે થતા ગૃહિણીઓ રોજિંદા વપરાશમાં કાપ મુકવા મજબૂર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના કહેર વચ્ચે લગભગ 6 મહિનાથી લોકોના ધંધા રોજગાર પર માઠી અસર થઈ હોય એક તરફ નોકરીયાત વર્ગ કે વેપારી વર્ગની આવક તદ્દન ઘટી છે ત્યારે બીજી તરફ ડુંગળી,બટાટા અને શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમ ગરીબ વર્ગ માટે જીવવું મુશ્કેલ બન્યું છે.ત્યારે હાલ ગત અઠવાડિયે ડુંગળીના કિલોના ભાવ 60 રૂપિયા હતા એ આજે 100 રૂપિયે કિલો બજારમાં વેચાતા ગ્રહિણીઓને રડવાનો વારો આવ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.જ્યારે બટાટા પણ 60 રૂપિયે કિલોમાં ભાવે હાલ થતા ગરીબ પરિવારોની થાળીમાંથી આ વસ્તુઓ જાણે અદ્રશ્ય થતી જોવા મળી રહી છે.સરકાર ભાવ ઘટાડવા માટે જરૂરી પગલાં લે તેવી માંગ ઉઠી છે.

(10:26 pm IST)