નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમા સ્થાનિક પત્રકારોને દુર રખાતા નારાજગી
બારેમાસ સ્ટેચ્યુ સહિત આસપાસના આકર્ષણોનું કવરેજ કરતા સ્થાનિક પત્રકારોને પણ દુર રખાયા આશ્ચર્ય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા મા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તંત્ર દ્વારા પત્રકારોની અવગણના કરવામાં આવતા સ્થાનિક પત્રકારોમાં નારાજગી જોવા મળી હતી ગત વર્ષે વડાપ્રધાનના કાર્યક્રમમા પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે ૩૦ અને ૩૧ ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે જાણે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોય એમ રેવા ભવન સુધી પ્રવેશ અપાયો હતો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 6 કી.મી દુર છે જોકે મોડે મોડે ૩૦ મી ના પ્રોગ્રામ માટે રેવા ભવન અને જંગલ સફારીની સામે એમ બે જગ્યા નક્કી કરાઈ છે પરંતુ હજુ ૩૧ મી ના રાષ્ટ્રીય એકતા દિવસ માટે પરેડ સ્થળે જવા માટે સૂચના અપાઈ નથી પરેડ સ્થળથી દુર રાખવામાં આવતા પત્રકારોમાં નારાજગી જોવા મળી રહી છે.