News of Friday, 30th October 2020
વડીયા ગ્રામ પંચાયતે બનાવેલા પાણીના હોઝનો દુરુપયોગ કરતા વાહન ચાલકોને હવે દંડ ફટકારાશે
તરસ્યા જાનવરો માટે બનાવેલા પાણીના હોઝમાંથી પાણી વાપરતા વાહન ચાલકો વારંવાર નળ તોડી પાણીનો બગાડ કરતા હોવાથી પંચાયત દ્વારા દંડની જોગવાઈ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલા વડીયા ગામની ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગ ઉપર આવેલા જાનવરો માટે પાણી પીવા માટેના હોઝમાંથી કેટલાક કેળા ભરવા જતા વાહન ચાલકો દુરુપયોગ કરી વારંવાર પાણીનો નળ તોડતા હોવાથી આખા વિસ્તારમાં પાણી વહેતુ થતા કીચડ સહિત ગંદકી ફેલાતી હોય અત્યાર સુધી પંચાયતે 40 જેવા નવા નળ બદલ્યા બાદ પણ વાહન ચાલકો નહિ સુધરતા હવે પંચાયતે વાહન ચાલકો પાસે દંડ વસૂલવા તજવીજ હાથ ધરી હોવાનું વડીયા પંચાયતના સદસ્ય ચંદ્રેશભાઈએ જણાવાયું છે.
(10:14 pm IST)