ગુજરાત
News of Friday, 30th October 2020

ગરુડેશ્વરના ગધેર ગામમાં નજીવી બાબતે ઝગડો કરી માર મારનાર 2 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગરુડેશ્વર તાલુકાના ગધેર ગામના ગણેશભાઇ લુલજીભાઇ વસાવા તથા સામરીયાભાઇ ઉત્તરીયાભાઇ વસાવાએ રાત્રીના નવેક વાગ્યે ગધેરગામના અમરતભાઇ લુલજીભાઇ તડવીના ઘર આગળ થઈ ગાળો બોલતા જતા હોય ગાળૉ બોલવાની ના પાડતા બન્ને જણ એકદમ ઉશ્કેરાઇ જઈ અમરતભાઈના દિકરા અનીલ સાથે ઝગડો કરી લાકડાના ડંડાનો સપાટો મારી ઇજા કરેલ તેમજ અમરતભાઈ છોડાવવા પડતા તેમને પણ લાકડનો સપાટો મારી ઇજા કરતા ગરુડેશ્વર પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:12 pm IST)