ગુજરાત
News of Friday, 30th October 2020

અમદાવાદમાં છ વિસ્તારો માઈક્રો કંટેનમેન્ટમાંથી દૂર કરાયા : પશ્ચિમ વિસ્તારના નવા છ ઉમેરાયા

2 ગોતા વિસ્તારમાં, બોપલ, આંબાવાડી, વેજલપુર તેમજ સાયન્સ સિટી દરેક એરિયામાં એક-એક માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે છ એરિયાને માઈક્રો કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે આજે જાહેર કરાયેલ તમામ માઈક્રો કન્ટેનમેન્ટ એરીયા પશ્ચિમ વિસ્તારના છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર પશ્ચિમ વિસ્તારમાં કેસોનો વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છ એરીયા ઉમેરવામાં આવ્યાં હતાં. જ્યારે છ માઈક્રો કન્ટેનમેન્ટ એરિયાને કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જે સાથે હવે શહેરમાં ટોટલ 96 માઈક્રો કન્ટેનમેન્ટ એરિયા થઇ ગયા છે. નવા જાહેર કરાયેલા માઈક્રો કન્ટેનમેન્ટ એરિયામાં 2 ગોતા વિસ્તારમાં, બોપલ, આંબાવાડી, વેજલપુર તેમજ સાયન્સ સિટી દરેક એરિયામાં એક-એક માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યાં હતાં.

આજે ગુજરાતમાં 969 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં તેમજ અમદાવાદ શહેરમાં 162 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. રાજ્યમાં 6 મોત નોંધાયા હતાં. જ્યારે અમદાવાદમાં 2ના મોત નોંધાયા હતાં. અત્રે નોંધનીય છે કેગુજરાતમાં કોવિડ 19 (Covid-19) ના કુલ કેસોની સંખ્યા વધીને 1,72,009 એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3714એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 1027 લોકોએ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. આ સાથે ગુજરાત માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 90.17 ટકા છે. ત્યાં જ રાજ્યમાં આજે 51,657 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 60,02,273 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

(9:51 pm IST)