ગુજરાત
News of Friday, 30th October 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા દોડધામ હાથ ધરવામાં આવી:રખિયાલ પોલીસે ભાદરોડ ચોકડી નજીક બાતમીના આધારે પીકઅપ ડાલુ ઝડપી 2.18 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર: જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે રખિયાલ પોલીસે ભાદરોડ ચોકડી પાસેથી બાતમીના આધારે એક પીકઅપ ડાલું ઝડપી લીધું હતું. જેમાંથી વિદેશીદારૂની ૭૭ બોટલ સાથે પકડયા હતા. દારૂ અને ડાલું મળી .૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ ભિલોડાના શખ્સે ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ ઠેરઠેર નાકાબંધી અને ચેકીંગ પોઈન્ટ શરૂ કરીને આવા દારૂને ઝડપી પણ રહી છે. ખાસ કરીને હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર પ્રકારની પ્રવૃતિ વધુ જોવા મળી રહી છે ત્યારે પોલીસના ડરથી બુટલેગરો હવે અંતરીયાળ માર્ગો ઉપર દારૂની હેરાફેરી કરી રહયા છે ત્યારે રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોડાસા બાયડ તરફથી આવતા જીજે-ર૭-એકસ-૫૩૮૯ નંબરના પીકઅપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રખિયાલ તરફ લઈ જવાઈ રહયો છે જે બાતમીના પગલે ભાદરોડા ચાર રસ્તા ઉપર પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળું ડાલુ આવતાં તેને ઉભું રાખ્યું હતું. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ ૭૭ જેટલી બોટલ મળી આવી હતી. જેમાં સવાર દસક્રોઈના બારૈયાની મુવાડી કુહા ખાતે રહેતા અશોકજી કેશાજી ઝાલા અને બાપુનગર જગતનગર વિભાગ-રમાં રહેતાં ચિરાગ જયંતિલાલ પટેલને ઝડપી પાડયા હતા. દારૂ, વાહન અને મોબાઈલ મળી .૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દારૂ ભિલોડાના રીતોડા ગામના કાળુ નામના શખ્સે ભરી આપ્યો હોવાનું બહાર આવતાં પોલીસે તેની સામે પણ પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોંધીને ધરપકડ માટે દોડધામ શરૂ કરી હતી.

(6:04 pm IST)