ગુજરાત
News of Friday, 30th October 2020

વડોદરાના સંગમ ચાર રસ્તા નજીક માસ્ક ન પહેરવારને ઝડપવા પોલીસે દંડ વસુલવાની કામગીરી હાથ ધરી

વડોદરા: શહેરના સંગમ ચાર રસ્તા પાસે ગઈકાલે પોલીસ દ્વારા માસ્ક પહેરનાર નાગરિકોને દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સંગમ ચાર રસ્તા પાસેથી કાર લઇને પસાર થતા ફેક્ટરી માલિક રાકેશ પ્રકાશભાઈ સિંગલા અને તેમની પત્ની ગરિમા બેનને પોલીસે અટકાવી માસ્ક નહીં કરવા બદલ દંડની પાવતી આપવા પોલીસે મહિલાનો નામ-ઠામ પુછતા મહિલા એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી અને શેનો દંડ હું નહીં ભરુ થાય તે કરી લેજો તેમ કહી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તમે પોલીસવાળા ખોટી રીતે બનાવો છો તેમ કહી મહિલાએ હંગામો મચાવ્યો હતો અને મહિલાના પતિ રાકેશભાઈ પણ નીચે ઉતરી તમે પોલીસવાળા આવા છો તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરી મોઢા પર નખ વડે ઉઘાડા પાડી દીધા હતા. બનાવ અંગે વાસદ પોલીસે દંપતી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:01 pm IST)