ગુજરાત
News of Friday, 30th October 2020

હાઇવે પર અકસ્માતો નિવારવા આઇજી રાજકુમાર પાંડિયનનું અભિયાન રંગ લાવ્યું

અક્સ્માત અટકાવવા પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશો ફરજમાં બેદરકારી નહી ચલાવી લેવાઈ ડો રાજકુમાર પાંડિયન

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : સુરત થી મનોર સુધીના હાઇવે નં. 48 પર વારે વારે થતાં અકસ્માતો નિવારવા માટે બાહોશ અને લોકહિત રક્ષક એવા આઇજી રાજકુમાર પાંડિયને હાઇવે પર પ્રથમ લાઇનમાં ચલાવનારા મોટા વાહનોને દંડવાનું અભિયાન વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં ચલાવ્યું હતુ. આ અભિયાનમાં એક મહિનામાં જ 3065થી વધુ કેસ કરાયા છે. જેના કારણે મોટા વાહન ચાલકો હવે સભાન બન્યા છે અને અકસ્માતનો દર ઘણો નીચો આવ્યો છે. સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને અકિલા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, લોકોનો જીવ બચાવવો એ ખુબ મહત્વનું કાર્ય છે. ગુનાખોરી કરતાં હાઇવે પર અકસ્માતમાં વધુ લોકોના જીવ જતા હોય છે. જેમાં ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનો સાથે નાના વાહનોના અકસ્માતો છાસવારે થતા હોય છે. આ અકસ્માતો અટકાવવા માટે મોટા વાહનોને હાઇવે પર ફસ્ટ ટ્રેક(ડિવાઇડર પાસેની પ્રથમ લેન) પર ડ્રાઇવિંગનો પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારા વાહનોને દંડવાનું કાર્ય વલસાડ, નવસારી અને સુરત પોલીસને જણાવ્યું હતુ. જે અંતર્ગત તેમના દ્વારા ઓક્ટોબર માસમાં હાઇવે પર આડેધડ ડ્રાઇવિંગ કરનારા 1834 વાહન ચાલકોને દંડવામાં આવ્યા છે. જ્યારે 1231 વાહન ચાલકોને ફસ્ટ લેન પર ચલાવવા બદલ દંડવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં હાઇવે પર પોલીસની આ કામગીર ભલે નાની લાગતી હોય છે, પરંતુ આ કામગીરીથી અનેક લોકોના જીવ બચી શક્યા છે. પોલીસના હાઇવે પરના સતત ચેકિંગના પગલે હાઇવે પર જતા કાર ચાલકો અને બાઇક ચાલકોને મોટી રાહત થઇ છે. અત્રે એ નોંધવું રહ્યું કે, સુરત રેન્જ આઇજી પાંડિયન લોકહિતના પગલાં માટે હંમેશા સક્રિય રહ્યા છે. તેમના દ્વારા દારૂની હેરાફેરી કરનારાઓ પણ સખત લગામ લગાવાઇ રહી છે. જે તે જિલ્લા પોલીસ દ્વારા દારૂની બદી ટાળવામાં કચાશ રખાતી હોય એ જિલ્લામાં તેમની સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા પગલાંં ભરી દારૂના પણ અનેક કેસ થઇ રહ્યા છે. આ સિવાય ચોરી, લૂંટ જેવા ગુનાઓને ઉકેલવા પણ તેમની પોલીસ હંમેશા અગ્રેસર રહી

(5:49 pm IST)