ગુજરાત
News of Friday, 30th October 2020

કેશુબાપા સરદાર પટેલના સાચા ઉત્તરાધિકારીઃ પરેશ ધાનાણી

બાપાના વિદાયની ખોટ ભાજપને જ નહીં ગુજરાતનાં રાજકારણને પણ રહેશે.

રાજકોટઃ સંઘર્ષમય જીવન માથી આગળ આવેલા કેશુબાપાએ ગઇકાલે વિદાય લીધી રાજનીતિના વડીલ કહી શકાય તેવા બાપાની વિદાયથી ભાજપ છાવણી માં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં રાજકારણને એક એવી ખોટ પડી છે કે જેને પૂરવી અશકય છે.  ગુજરાતમાં ભાજપના પાયાના પથ્થર મનાતા કેશુભાઈ પટેલનો જન્મ ૨૪ જુલાઈ, ૧૯૨૮માં થયો હતો. કેશુબાપાએ માર્ચ ૧૯૯૫ થી ઓકટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓકટોબર ૨૦૦૧ સુધી એમ બે વાર મુખ્યમંત્રી તરીકે રહી ચૂકયા છે.

જાહેર જીવનમાં કયાં ખોટ રહેશે

રાજયસભાના સાંસદ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહમદ પટેલે કેશુભાઈના જવાથી ઊંડા શોકની લાગણી વ્યકત કરી હતી. અહમદ પટેલે જણાવ્યુ હતું કે જાહેર જીવનમાં એક જુદા વ્યકતીત્વના માલિક કેશુબાપા રહ્યા છે. રાજકારણમાં તેમની ખોટ કયાં રહેશે. નાનામાં નાના માંસ સાથે વાત કરવાની તેમની શૈલી જુદી જ હતી.

 ગુજરાતે એક મહાન રાજનેતા ગુમાવ્યા

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની વિદાઈથી કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ દુખની લાગણી વ્યકત કરી હતી. અમિત ચાવડાએ કેશુબાપના સમર્થકો અને પરિવાર જનો માટે સંવેદના વ્યકત કરી હતી.

 જનતાના અધિકારો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે બાપા

વિધાનસભાના નેતા અને વિરોધ પક્ષના પરેશ ધાનાણીએ બાપના દેહાવસાનના સમાચાર મળતા દુખ વ્યકત કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ ખેડૂત પરિવાર માં જન્મેલા અને ભાજપને મજબૂત બનાવવામાં તેમણે જીવન પર્યંત કામ કર્યું છે. તેમણે સમાજના લોકોને તેમના અધિકાર અપાવવા કામ કર્યું છે. કેશુબાપા સરદાર પટેલના સાચા ઉત્ત્।રાધિકારી છે.  

(12:54 pm IST)