ગુજરાત
News of Friday, 30th October 2020

રાજપીપળાના મુખ્ય ગાર્ડનમાં દિવાળી પૂર્વે ફટાકડાની દુકાનો ઉભી કરવા માટે પાલીકા દ્વારા કામગીરી શરૂ કરાઇ

દર વર્ષે પાલીકા દ્વારા ગાર્ડનમાં ફટાકડાના સ્ટોલ ઉભા કરવા હરાજી કરી સ્ટોલની ફાળવણી કરાયા બાદ સાફ સફાઈ થતી હોય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:દિવાળીના તહેવારને હવે 15 દિવસ બાકી હોય દિવાળી પહેલા જ રાજપીપળા શહેરમાં આવેલા મુખ્ય ગાર્ડનમાં ફટાકડાના સ્ટોલ ઉભા કરાઈ છે જેમાં પાલિકામાં આ બાબતે હરાજી કર્યા બાદ જેતે વેપારીઓને નંબર મુજબ સ્ટોલ આપવામાં આવતા હોય ત્યારે આ વર્ષે કોરોના કહેરના કારણે અમુક વેપારીઓએ ખાસ રસ દાખવ્યો ન હતો છતાં ફટાકડા માટેની દુકાનો મેળવી ઓછા વત્તા ફટાકડાના જથ્થા સાથે પણ ધંધો કરવા અમુક વેપારી ઓએ દુકાનો લેતા આજે મુખ્ય ગાર્ડનમાં પાલીકા દ્વારા એ માટે સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

(10:48 pm IST)