ગુજરાત
News of Friday, 30th October 2020

તિલકવાડાં ફોરેસ્ટ વિભાગ દ્વારા નાના વોરા ગામની સિમમાંથી દીપડાંને રેસ્ક્યુ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :તિલકવાડાં તાલુકાના નાના વોરા ગામ નજીક સિમમાં એક આઠ વર્ષનો દીપડો બીમાર હાલતમાં જણાય આવતા ખેતર માલિક દ્વારા તિલકવાડાં વન વિભાગને જાણ કરવામાં આવી હોય વન વિભાગે તિલકવાડાં આર. એફ.ઓ વિક્રમસિંહ ગભણીયા, ફોરેસ્ટર યુ.વી.તડવી, બીટ ગાર્ડ હરપાલસિંહ તથા અન્ય ટિમ તત્કાલ નાના વોરા સિમમાં પોહચી હતી ત્યા દીપડો બીમાર હાલતમાં જણાય આવતા દીપડાને રેસ્ક્યુ કરીને સ્થળ પર પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે તિલકવાડાં પશુ દવાખાને ખસેડવા માં આવ્યા બાદ તિલકવાડાં પશુ દવાખાનામાં સારવાર બાદ દીપડાને નજીક ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવમાં આવ્યો છે

(10:44 pm IST)